તારી યાદો ની નદી ને વિરામ આપું
તું કહે તો તારા દિલ માં પડાવ નાખું
આમ જ વહાવીશ સ્નેહ ની નદી
તું કહે તો નદી માં પૂર લાવું
તારી આંખો માં આંખો પરોવીશ
તું કહે તો તને આંખો નું નૂર બનાવી લઇશ
મુલાકાત ની શરૂઆત કર તું
આખું આયખું તારા નામે કરીશ હું
તારો ચેહરો જોવા વ્યાકુળ બન્યું મન
રજા હોય તો તારો પાડોશી બનું હું
ભાન ભૂલી જાય હૈયું તને જોઈ ને
તું કહે તો શ્વાસ તારા નામે કરું
પ્રેમ માં કોઈ શરત નથી હોતી
તારી દરેક શરત માની લઉ હું
ખબર નથી કે કેવો સંબંધ હશે આપણો
દરેક સમય માં હું તારો સાથ આપીશ
Radhe...
0 Comments