મને તો તું જ ગમે
મને તો તું જ ગમે
કેમ... એની ખબર નથી
પણ મને તું જ ગમે
તારી અનહદ વાતો
બધાની સાથે હોવા છતાં
મારી નજર માં નજર પરોવી
એ ગમે...
મારી આંખ માંથી આંસુ ના આવવા દેવું
તારો ગુસ્સો.... અને એ ગુસ્સાવાળો ચહેરો
હાય... શું કહવું એનું
એ ગમે...
તારું એ એકાંતમાં મળતા જ
ગળે લગાવવું
એની સાથે ગળે ચૂમવું એ અહેસાસ
એ ગમે...
તારા સુખ પર તો ખબર નથી કે
મારો હક છે કે નહિ
પણ તારું દુખ મારી સાથે વહેચે
એ ગમે...
મને તો તું જ ગમે
કેમ... એની તો ખબર નથી
Radhe...
0 Comments